કિંજલ દવે ના કાર્યક્રમ માં બબાલ,રોષે ભરાયેલા લોકો એ કિંજલ ની ગાડી રોકી!!

કિંજલ દવે ના કાર્યક્રમ માં બબાલ,રોષે ભરાયેલા લોકો એ કિંજલ ની ગાડી રોકી!!

અમદાવાદ માં મોજ રમઝટ માં આ વર્ષે કિંજલ દવે લોક ગાયિકા તરીકે છે. રોજ લોકો કિંજલ દવે ના અવાજ પર ઝૂમે છે પણ ગઈ કાલે રાત્રે લોકો કિંજલ દવે પર રોષે ભરાયા હતાં. અને રોષ માં આવેલ લોકો એ તો સ્ટેજ પાસે કિંજલ ની ગાડી પણ રોકી હતી.
કિંજલ દવે એ પોગ્રામ દરમિયાન સ્ટેજ ના આગળ ના ભાગ થી લોકો ને સાઈડ માં ખસી જવા કહ્યું હતું તેથી લોકો રોષે ભરાયા હતા અને કિંજલ એ એમનું અપમાન કર્યું એમ કહી ને કિંજલ દવે ની ગાડી રોકી વિરોધ નોંધાવ્યો હતો.માન્યું કે લોકો પૈસા ખર્ચી ને ગરબે રમવા આવતા હોય છે અને એમને જો કઈ કહેવામાં આવે તો ગુસ્સે તો થવાના જ. પણ અહીં તો લોકો એ કિંજલ ની ગાડી સ્ટેજ પાસે જ રોકી ને હોબાળો મચાવી દીધો હતો.
આ બાબતે કિંજલ દવે નો વાંક કાઢીએ કે આયોજકો નું આયોજન માં ખામી?? રોષે ભરાયેલા લોકો કિંજલ ની ગાડી રોકી ને બોલતા હતા કે તે અપમાન કેમ કર્યું એમ કહીને કિંજલ દવે ની ગાડી રોકી હતી ત્યારે બાદ કિંજલ દવે ના બોડીગાર્ડ દ્વારા માંડ માંડ ગાડી બહાર કાઢીને નીકળ્યા હતા.


All Gujarati Kalakar New....
કિંજલ દવે ના કાર્યક્રમ માં બબાલ,રોષે ભરાયેલા લોકો એ કિંજલ ની ગાડી રોકી!! કિંજલ દવે ના કાર્યક્રમ માં બબાલ,રોષે ભરાયેલા લોકો એ કિંજલ ની ગાડી રોકી!! Reviewed by Unknown on October 18, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.